Police Pothi 24*7

સ્ટેટ વિજિલન્સ દ્વારા નવસારી માં દારૂ ની રેડ મામલો 14 લાખ 83 હજાર નો દારૂ કબ્જે 9 વાહનો જેમાં નંબર પ્લેટ વગર ની 3 સ્કોર્પિયો કાર કુલ 1 કરોડ થી વધુ નો મુદ્દામાલ કબ્જે નવસારી માં ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ ટીમના પીએસઆઇ કે.એન.લાઠીયા અને ટીમનો છાપો.. વાહનો માં ભરેલો દારૂ જપ્ત.. બુટલેગરે સ્કોર્પિયો કાર પોલીસ પર ચડાવતા પીએસઆઈ લાઠીયાએ સર્વિસ રિવોલ્વર માંથી કર્યા ફાયરિંગ ..ફાયરિંગ ની ઘટના માં એક શખ્સ ઘાયલ. નવસારી પોલીસ દોડતી થઈ

Police Pothi 24*7

*મોબાઇલ ચાર્જીગની નકલી પાવર બેંક પધરાવતી ઠગ ટોળકીને ઝડપી પાડતી વડોદરા શહેર ટીમ એસ.ઓ.જી. * *એમ.આઇ. કંપનીની નકલી પાવર બેંક કુલ નંગ-૨૦૪ કિ.રૂ.૪૦,૮૦૦/- સહીત કુલ્લે કિ.રૂ.૪૪,૮૦૦/- ના મુદામાલ સાથે કુલ-૦૪ ઇસમોની ધરપકડ કરતી વડોદરા શહેર એસ.ઓ.જી. ટીમ

પોલીસ પોથી 24*7 વેબ ચેનલ

*મિશન* *ક્લિન વડોદરા- નશામુક્ત વડોદરા* *શીડયુલ એચ-૧ ડ્રગ્સ પેન્ટાઝોસીન ઇન્જેકશન સાથે મેથામ્ફેટામાઇન પાઉડર માદક પદાર્થનો નાર્કોટીકસનો ગણનાપાત્ર જથ્થાનો કેસ શોધી કાઢથી વડોદરા શહેર એસ.ઓ.જી.* *તાંદલજા ડી/૫૦, મરીયમ પાર્ક સોસાયટી ખાતે રેઇડ કરી ડ્રગ્સનો વેપલો કરતી મહિલાની ધરપકડ* *આરોપી ના ઘરેથી શીડયુલ એચ-૧ ડ્રગ્સ પેન્ટાઝોસીન ઇન્જેકશન નંગ-૩૭૦ તથા મેથામ્ફેટામાઇન પાઉડર ૮ ગ્રામ સહીત કુલ્લે રૂ.૧૮૦૬૪/- નો મુદામાલ કબ્જે* 💫 માનનીય ડી.જી.પી સાહેબ શ્રી તથા પોલીસ કમિશ્નર શ્રી તરફથી તાજેતરમાં નાર્કોટીકસ અંગે રાખવામાં આવેલ ડ્રાઇવ અનુસંધાને વધુમાં વધુ નાર્કોટીકસના સફળ કેસો કરવા એચ.એમ.ચૌહાણ, ઈન્ચાર્જ પો.ઈન્સમ. એસ.ઓ.જી. વડોદરા શહેર નાઓને જરૂરી માર્ગદર્શન / સુચન કરેલ તે આધારે…  

પોલીસ પોથી 24*7 વેબ ચેનલ

મોરબી એસઓજી પોલીસે શહેરમાંથી ૯ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને દબોચ્યા મોરબી શહેરમાં ગાંજાની હેરાફેરી કરતા ૨ શખ્સોને ૯.૫૬૮ કિલો ગાંજાના જથ્થા સાથે દબોચી ગાંજો રાજકોટની એક મહીલા પાસેથી ખરીદી કરતા હોવાની કબુલાત આપી

પોલીસ પોથી 24*7 વેબ ચેનલ

પોલીસ પોથી જય હિન્દ છાણી પોલીસ સ્ટેશનના અપહરણના કેસના આરોપીઓને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ છાણી પોલીસ સ્ટેશનમા ગુ.ર.ન.ફ.૬૪/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૬૫, ૩૮૫, ૧૧૪ અન્વયે અપહરણનો ગુનો નોંધાયેલ હોય એમા અપહત્ય સંતોકસીંગ નામના વ્યક્તિનુ કોઇ અજાણ્યા ઇસમો કાળા કલરની કારમા તેના ઘરેથી અપહરણ કરી લઇ ગયેલાની ફરીયાદ અપહત્યની બહેને છાણી પોલીસ સ્ટેશનમા આપેલ હોય તેને પકડવા તેમજ ગુનો ડીટેકટ કરવાની સુચના પોલીસ કમિશ્નર શ્રી તથા સંયુકત પો. કમિ. શ્રી તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ના.પો.કમિ શ્રી જયદીપસિંહ જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી ના પી.એસ.આઇ એ.આર. ગોહીલ તથા તેઓની ટીમ તથા છાણી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ અંબારીયા તથા તેઓની ટીમને તાત્કાલીક સેલ્વાસા તરફનુ લોકેશન મળતા ટીમો રવાના થયેલ દરમ્યાન સેલવાસ ખાતે ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરતા અપહત્ય સંતોકસીંગને છોડાવેલ અને બે આરોપીઓ (૧‌) અંકીત અરૂણ સીંગ ઉ.વ ૨૫ ધંધો. ટ્રાન્સપોર્ટ રહે. સેલવાસ સ્વામીનારાયણ મંદીરની સામે, (૨) રવિન્દ્રભાઇ ગૌસ્વામી ઉવ. ૫૪ ધંધો. ડ્રાઇવીંગ રહે. બાલદેવી કુવા ફળીયા સેલવાસાનાઓને પકડી પાડી તથા ગુનામા વપરાયેલ કાળા કલરની મહેન્દ્રા એક્ષ.યુ.વી કાર નંબર વગરની જે આરોપી અંકીતના માલીકીની તથા મોબાઇલ ફોન કબજે કરી આગળની વધુ તપાસ માટે છાણી પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરેલ છે. અગાઉ આરોપીએ અપહત્યને સસ્તા ભાવે ડીઝલ ખરીદવા માટે અઢી લાખ રૂપિયા આપેલ જે અઢી લાખ રૂપિયા અપહત્ય સંતોકસીંગ પરત ન આપતો હોય અને વાયદાઓ કરતો હોય પોતાના પૈસા પરત મેળવવા આરોપીઓએ અપહત્યનુ અપહરણ કરી ગુનો કરેલ હોવાની પ્રાથમિક પુછપરછમા જણાય આવેલ છે. તેમજ આ ગુનામા સંડોવાયેલ અન્ય આરોપી જગદીશ ઉર્ફે જગ્ગી જાટનાનો પોલીસ ટીમ પોહચે તે પહેલા સેલવાસાથી ફરાર થઇ ગયેલ છે.

Police Pothi 24*7

પોલીસ પોથી ન્યુઝ…!! સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ અમરેલી શહેરના રાજ્ય માર્ગ પર તિરંગા સાથે ની બાઈક રેલી ને લીલીઝંડી આપતા કલેકટરશ્રી તથા જિલ્લાના પોલીસ વડા નિલેપ્ત રોય સાહેબ…!!  

પોલીસ પોથી 24*7 વેબ ચેનલ

 *છાપી પોલીસ સ્ટેશનની હદ માંથી ટ્રેલર માંથી પરપ્રાન્તીય દારૂ પકડી પાડતી આર.આર.સેલ ટીમ ભુજ* પોલીસ મહાનિરીક્ષકશ્રી, ડી.બી.વાધેલા સાહેબ સરહદી રેન્જ ભુજ સુચના આધારે તેમજ પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એ.એસ.રબારી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આર.આર.સેલ ટીમના હે.કોન્સ. નરપતસિહ તથા યશવંતસિહ મનિષભાઇ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે હરીરામ સત્તારામ દોલારામ જાતે.જાટ ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઇવીંગ . ટ્રેલર નંબર આર.જે.૦૭.જી.બી.૦૭૭૫ માં પવનસિહ મુળરાજસિહ રાજપુત તથા અજાણ્યા ઇસમની મદદગારીથી ગે.કા અને વગર પાસપરમીટનો પરપ્રાન્તીય દારૂ ની પેટી નંગ – ૯૦૦ જેમાં કુલ બોટલ નંગ – ૧૦,૮૦૦ કિ.રૂ.૪૩,૨૦,૦૦૦/- નો ભરી તથા ટ્રેલર તથા રોકડ તથા મોબાઇલ સાથે કુલ મુદ્દામાલ ૫૩,૩૨,૦૦૦/-ની હેરાફેરી કરી પોલીસ રેઇડ દરમ્યાન હરીરામ પકડાઇ જઇ ગુનો નોંધાયો

Police Pothi 24*7

*( ગેરકાયદેસર હથિયાર સાથે ઍક ઈસમનેઝડપી પાડતી એસ.ઓ.જી)* રાજકોટ શહેરના મહે. પોલીસ કમિશનર સાહેબ ના માર્ગદર્શન હેઠળ (ક્રાઇમ) શ્રી જયદીપસિંહ સરવૈયા સ.નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી પો.ઇન્સ એસ.એન.ગડું સા.ના માર્ગદર્શનથી અમો એચ.એમ.રાણા પો.સબ.ઇન્સ ગે.કા પ્રવુતિ કરતા ઈસમોને પકડી પાડવા માટે એસ.ઓ.જી સ્ટાફ ના માણસો શહેર વિસ્તાર માં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના *પો.કોન્સ. ફિરોજભાઈ રાઠોડ તથા જીતુભા ઝાલા તથા વિરેન્દ્રસિંહ ઝાલા* મળેલ ખાનગી હકીકત આધારે ચુનારાવડ ચોક થી રૂપાલી સ્ટુડિયો તરફ જતા રસ્તે રોડ ઉપર થી એક ઈસમ ને પોતાના પેન્ટના નેફામાં રાખેલ ગેરકાયદેસર દેશી તમંચો તથા બે જીવતા કાર્તિસ સાથે ઝડપી પાડેલ છે સદરહુ હથિયાર/કાટીર્સ ક્યાંથી લાવેલ છે જે અંગે વધુ પૂછપરછ ચાલુ છે. ◆ *પકડાયેલ આરોપીનું નામ*:- આફતાબ કાદરભાઈ ગાલબ ઉ.વ 20 રહે ઘાંચીવાડ શેરી નંબર -૨ રાજકોટ આરોપી નો પૂર્વ ઇતિહાસ જોતા અગાઉ ગાંધીગ્રામ પો.સ્ટે.માં મારામારીના ગુન્હામાં પકડાયેલ છે. હાલમાં હથિયાર રાખવા બાબતે પૂછપરછ કરતા થોડા સમય પહેલા તેને મયુર કાઠી નામના શખ્સ સાથે ઝઘડો થયેલ હોય જો તેના પર હુમલો થાય તો હથિયારથી સામેવાળાને મારવા માટે રાખેલ હોવાનું જણાવે છે. ◆ *કબ્જે કરેલ મુદ્દામાલ* (૧) દેશી બનાવટી તમંચો કી.રૂ. ૫,૦૦૦/- (૨)જીવતા કાર્તિસ નંગ-૨ કી.રૂ. ૨૦૦/- કુલ કિ.રૂ.૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.

પોલીસ પોથી 24*7 વેબ ચેનલ

લીંબડી પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામા આવ્યું. લીંબડી ડી.વાય.એસ.પી. શ્રી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 50 વૃક્ષો વાવી દરેક વૃક્ષની માવજત અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા કરવા ની ખાત્રી આપતા પોલીસ કાયદા અને વ્યવસ્થા સાથે પર્યાવરણની જાળવણી પણ કરે છે તેવુ ઉતમ ઉદાહરણ પાર પાડયું છે. વૃક્ષારોપાણના કાર્યક્રમ મા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પીએસઆઈ જી.જી.પરમાર, પીએસઆઈ જે.એસ.ડેલા તથા સ્ટાફ જોડાયેલ.