અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં ASI એ કંટ્રોલરૂમમાં આપઘાત કરવાનો મેસેજ કરતા પોલીસ દોડતી થઈ

Share this:

કાગડાપીઠ પોલીસ સ્ટેશનનાં ASI એ કંટ્રોલરૂમમાં આપઘાત કરવાનો મેસેજ કરતા પોલીસ દોડતી થઈ

અમદાવાદ નાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI એ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જણાવ્યું હતું કે તેમણે પગારબિલ અને જીપી ઉપાડવા ફોર્મ ભર્યું હોવા છતાં કાર્યવાહી નથી કરાતી જેથી હુ આત્મહત્યા કરવા મજબુર છુ ત્યારબાદ પોલીસ દોડતી થઈ હતી.
જયારે પણ કંટ્રોલરૂમ માં ફોન આવે ત્યારે વધુતર લોકો પોતાની સમસ્યાઓને લઈને પરેશાન થઈ જતા હોય જેમકે વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોય, માથાભારે શખ્સો કાયદાને હાથમા લઇ વિસ્તારમાં તોફાન કરી અરાજકતા ફેલાવતા હોય, કોઈ નાની મોટી ઘટના દુર્ઘટના બને અથવા તો કોઈ પારિવારિક હિંસા કે મારામારી જેવી ઘટનાઓ બને ત્યારે નાગરિક પોલીસની શરણમાં જાય છે અથવા તો કંટ્રોલરૂમમાં મેસેજ કરી તાત્કાલિક પોલીસની મદદ લેતા હોય છે. પરંતુ આજે બનેલી ઘટનામાં તો ખુદ પોલીસકર્મી કંટ્રોલરૂમમાં ફોન કરીને પોતાની આપવિતી જણાવી આત્મહત્યા કરવાનું મેસેજ કરે છે, જેથી કહી શકાય કે જો ખુદ પોલીસ ડિપાર્ટમેન્ટમાંજ પોલીસ ને કેટલી તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અર્જુનસિંહ મોતીભાઈ એ કંટ્રોલરૂમમાં ફોન કરી આત્મહત્યા કરવાનો મેસેજ કરતા પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો, કાગડાપીઠ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ASI અર્જુનસિંહ ની શોધખોળ હાથ ધરીને તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પી. આઈ. એમ. એ. સિંઘે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ASI અર્જુનસિંહે Gp માટે ફોર્મ ભર્યું હતું કારણ કે તેમને મકાન માટે પૈસાની જરૂર હતી, પરંતુ સરકારી કામકાજમાં થોડો સમય લાગી જતા ASI અર્જુનસિંહના મનમાં લાગી આવ્યું હતું.તેઓ પોતે પોલીસ કર્મચારી હોવા છતાં તેમનાજ ડિપાર્ટમેન્ટના માણસોજ તેમની નથી સાંભળી રહ્યા, જેથી ASI અર્જુનસિંહ મોતીભાઈ હતાશ થઈ ગયા હતા અને આખરે કંટાળી જઈ મનમાં ખોટી વિચારધારા ઘર કરી જતા આત્મહત્યા કરવાનું નકારાત્મક વિચાર આવતા તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. પરંતુ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ ને જાણ થતા તેમણે તાત્કાલિક psi ને ASI અર્જુનસિંહને સમજાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. અને હાલ આ મામલે ASI નો જે Gp નો પ્રશ્ન હતો જેને તાત્કાલિક અસરે દુર કરવામાં આવ્યો છે.

 

Author: Madhvi Yagnik

Leave a Reply