આજથી આશરે દોઢેક વર્ષ પહેલા પીલ ગાર્ડનના પક્ષી ઘરમાંથી ૧૭ કબુતરની ચોરી કરેલ હોય જે બાબતે પણ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી.થયેલ છે.

Share this:

કબુતરની ચોરી કરનાર ચોરીના એકટીવા મો.સા. સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના શ્રી.નાયબ પોલીસ મહાનિરક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવ નગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

 જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ભાવનગર,નિલમબાગ સર્કલ પાસે રોડ ઉપર આવતાં હેડ કોન્સ. ભૈપાલસિંહ ચુડાસમા તથા પો.કોન્સ જયદીપસિંહ ગોહીલ ને સંયુકત ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, એસ.ટી.બસ સ્ટેન્ડ ના ગેટ સામે એક ઇસમ ચોરીનું શંકાસ્પદ સફેદ કલરનું હોન્ડા એકટીવા મો.સા. નંબર વગરનું તથા ચોરાઉ મોબાઇલ સાથે ઉભો છે.તેવી હકિકત મળતા વર્ણનવાળું મો.સા. સાથે એક ઇસમ ઉભેલ હોય જેથી તેને જેમનો તેમ પકડી નામ સરનામુ પુછતા દીપકભાઇ ઉર્ફે બંગલી રમેશભાઇ મકવાણા/કોળી ઉ.વ.૨૪ રહે.વડવા પાનવાડી ચોક પોસ્ટ ઓફીસની બાજુમા મકવાણાનો ડેલો ભાવનગર વાળો હોવાનું જણાવેલ.જેથી તેની પાસે રહેલ મો.સા. ના આધાર પુરાવા માંગતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને ફર્યુ ફર્યુ બોલતો હોય જેથી તેની પાસે રહેલ મો.સા.જોતા સફેદ કલરનું હોન્ડા એકટીવા નંબર વગરનું જોવામા આવે છે.જેના ચેસીસ નંબર જોતા ME4JF 502GE 7139404 તથા એન્જીન નં. JF50F 71139422 ના લખેલ છે.જેના આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવે છે જેથી મો.સા.ની કિ.રૂ.3૦,૦૦૦/- ગણી છળ કપટથી મેળવેલ હોવાનુ જણાય આવતા સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. તથા મજકુરની અંગ ઝડતી માંથી એક કાળા કલરનો નોકીયા કંપનીનો મોબાઇલ ફોન જેના IMEI નં.353405093639437 તથા 353405093422545 જેની કી.રૂ.૫,૦૦૦/- તથા એક જીઓ કંપનીનો કાળા કલરનો કીપેઇડ વાળો મોબાઇલ ફોન જેના IMEI નં.911558150516115 જેની કી.રૂ.૧,૦૦૦/- ઉપ્રરોક્ત બંન્ને મોબાઇલ ફોનના બીલ તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ હોય જેથી બંન્ને મોબાઇલ ફોન કોઇપણ જગ્યા એથી ચોરી કે છળ કપટથી મેળવેલ હોય જેથી બંન્ને મોબાઇલ ફોન ની કુલ કી.રૂ.૬,૦૦૦/- ગણી કુલ રૂ.૩૬,૦૦૦/-નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે.અને મજકુર ઇસમને પોલીસ ઇન્સ. શ્રી. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

મજકુર આરોપીની સઘન પુછપરછ કરતા આજથી દોઢેક મહીના પહેલા દેવજી ભગતની ધર્મશાળા મંદીર પાસે વિજય બેકરીની સામેના ખાંચામાથી મો.સા ચોરી કરેલ હોવાનુ જણાવેલ જે બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હોરજી.થયેલ છે

.
આજથી આશરે દોઢેક વર્ષ પહેલા પીલ ગાર્ડનના પક્ષી ઘરમાંથી ૧૭ કબુતરની ચોરી કરેલ હોય જે બાબતે પણ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી.થયેલ છે.

આજથી ત્રણેક દીવસ પહેલા રાત્રીના અઢી વાગ્યાના સુમારે વડવા દુધ વાળી શેરીમા આવેલ એક ખુલ્લુ મકાન હોય તે મકાનમાથી બે મોબઇલ ફોન તથા રોકડા રૂપીયા ૧૮૦૦/-ની ચોરી કરેલ હોવાનુ જણાવેલ.                        

*આ કામગરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી. જાડેજા તથા હેડ કોન્સ. ભૈપાલસિંહ ચુડાસમા તથા હેડ કોન્સ. મહેન્દ્રભાઇ ચૌહાણ તથા ઘનશ્યામ ભાઇ ગોહિલ તથા જયરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ખુમાણ તથા મહિપાલ સિંહ ગોહીલ તથા સાગરભાઇ જોગદીયા તથા પો.કોન્સ.જયદિપસિંહ ગોહીલ તથા શકિતસિંહ ગોહિલ તથા સંજયભાઇ ચુડાસમા તથા પો.કોન્સ. વિઠ્ઠલભાઇ બારૈયા તથા ઇમ્તીયાજ ખાન પઠાણ તથા રાજેન્દ્રસિંહ સરવૈયા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.*
 

Author: Madhvi Yagnik

Leave a Reply