શ્રી શફીન હસન (આઈ.પી.એસ) અધિકારી (2018 બેચ). શ્રમિક માતા-પિતાના પુત્ર બન્યા IPS

Share this:

પોલીસ પોથી
જય હિન્દ
આપણે વાત કરીએ….

શ્રી શફીન હસન (આઈ.પી.એસ) અધિકારી (2018 બેચ).
શ્રમિક માતા-પિતાના પુત્ર બન્યા IPS
માત્ર 22 વરસની નાની ઉંમર અને ગુજરાતી મીડીયામાં અભ્યાસ કરેલ
સીટી DYSP ઠાકરે ચાર્જ છોડયો, ASP શફીન હસને ચાર્જ સંભાળ્યો
ASP તરીકે ભાવનગરમાં પ્રથમ પોસ્ટીંગ
ભાવનગર ખાતે ફરજ બજાવતા સીટીડીવાયએસપીની આઇબી વિભાગમા બદલી થતા તેમની જગ્યાએ નવ નિયુકત એએસપી શફીન હસને સોમવારે વિધીવત ચાર્જ સંભાળી લીધેલ છે. ભાવનગર ખાતે ચાર્જ સંભાળ્યા બાદ એક મુલાકાતમાં આઇપીએસ નવનિયુકત એએસપી શફીન હસને જણાવ્યું હતુ કે કાયદો અને વ્યવસ્થામાં કોઇ પણ ચમરબંધીને છોડાશે નહીં.
શફીન હસને વધુમા જણાવ્યું હતુ કે ભાવનગર ખાતે આઇપીએસની એએસપી તરીકેની આ પ્રથમ પોસ્ટીંગ હોવાનુ પણ તેઓએ જણાવ્યુ હતુ. એક જ વર્ષમાં મહેનત કરીને યુ પી એસ સી પરીક્ષા પાસ કરી લીધી હતી.
હું ગુજરાતી મીડીયમમાં અભ્યાસ કરી આઇપીએસ બન્યો છુ. મે બીટેક પણ કર્યું છે. તેમ તેમણે જણાવ્યું હતુ. સામાન્ય પરિવારમાંથી આઇપીએસ બનેલા શફીન હસને જણાવ્યું હતુ કે તેમના પિતા ઇલેકટ્રીશીયન છે. અને માતા હોટલો વગેરે જગ્યાએ જઇ કેટરીંગ વગેરેમા કામ કરતા હતા.પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતા ત્યારથી લોક સેવાની તમન્ના હતી.

 

Author: Madhvi Yagnik

Leave a Reply