અમરેલી ના રાજુલા માં સાધુ વેશમાં રહેતા શેતાનની કરાઈ ધરપકડ

Share this:

રાજુલામાં સાધુવેશે રહેતા શેતાનની કરાઈ ધરપકડ, આજીવન કેદની સજામાં પેરોલ પર છુટીને થયો હતો રફુચક્કર
અમરેલીના રાજુલામાંથી સાધુના નામે આશ્રમ ચલાવી રહેલા એક શેતાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની મેરઠ પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા વ્યક્તિએ તેની પત્ની સાથે મળીને તેના સસરા (પૂર્વ-ધારાસભ્ય) સહિત સાસરી પક્ષના આઠ લોકોની હત્યા કરી નાખી હતી. જે બદલ બંનેને ફાંસીની સજા મળી હતી. પાછળથી આ સજા આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. આ દરમિયાન તે પેરોલ પર છૂટીને ભાગી ગયો હતો. જે બાદાં તે રાજુલા ખાતે સાધુ બનીને આશ્રમ ચલાવી રહ્યો હતો.
23 ઓગસ્ટ, 2001ના રોજ સંજીવ અને તેની પત્નીએ 50 વર્ષીય રેલુરામ પુનિયા (સસરા), 41 વર્ષીય ક્રિશ્ના દેવી (સાસુ), દીકરી પ્રિયંકા, પુત્ર સુનિલ કુમાર, પુત્રવધૂ શકુંતલા દેવી, પૌત્ર લોકેશ, અને બે પૌત્રી શિવાની અને પ્રીતિની હત્યા કરી નાખી હતી. આ હત્યાકાંડ ધારાસભ્યના ફાર્મહાઉસ ખાતે બન્યો હતો, જે હિસાર નજીક આવેલું છે.
આ હત્યાકાંડના સંપત્તિ માટે અંજામ આપવામાં આવ્યો હતો. સોનીયા (સંજીવની પત્ની)ને એવી આશંકા હતી કે તેમના પિતા તેમની બધી સંપત્તિ સુનિલના નામે કરી દેશે. સુનિલ રેલુમાનની પ્રથમ પત્નીનો દીકરો હતો. સોનીયા ઈચ્છી રહી હતી કે ફાર્મ હાઉસની આસપાસ આવેલી 46 એકર જમીન તેણીને મળે પરંતુ સુનિલે તેનો વિરોધ કર્યો હતો.
કેવી રીતે કરી હતી હત્યા?: સોનીયા અને સંજીવે સોનિયાના જન્મ દિવસે જ તમામ લોકોની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો. બંનેએ પરિવાર સાથે ભોજન લીધું હતું, જે બાદમાં પરિવારના સભ્યોને કોઈ પદાર્થ ભેળવેલી કેક ખવડાવી દીધી હતી. કેક ખાધા બાદ પરિવારના લોકો બેભાન થઈ ગયા હતા. જે બાદમાં સંજીવ અને સોનીયાએ લોખંડના સળિયા વડે એક પછી એકની હત્યા કરી નાખી હતી. આ આખો હત્યાકાંડ ચાર કલાક ચાલ્યો હતો. ફાર્મ હાઉસ ખાતે કોઈ ઉજવણી ચાલી રહી છે તેવું દર્શાવવા માટે બંનેએ ફટાકડા પણ ફોડ્યા હતા. રેલુરામ વર્ષ 1996માં બરવાળા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય રહી ચુક્યા છે. મળતી માહિતી પ્રમાણે 1997માં ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે સંજીવ અને સોનીયાની મુલાકાત થઈ હતી. જે બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. એ સમયે સંજીવના સસરા એટલે કે સોનીયાના પિતા ધારાસભ્ય હતા

 

Author: Madhvi Yagnik

Leave a Reply