લુંટનાં ગુન્હામાં સજા પામેલ આરોપીને ઝડપી પાડતીભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Share this:

✳લુંટનાં ગુન્હામાં સજા પામેલ આરોપીને ઝડપી પાડતીભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ✳

✳💫પોલીસ મહાનિર્દેશક શ્રી અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી,ગુજરાત રાજયનાંઓ તરફથી રાજયનાં પોલીસ સ્ટેશનનાં ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા  જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલ સિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આ ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા,પ્રોહિ./જુગારનાં કેસો કરવા, અટકાયતી પગલાંઓ લેવા માટે સખત સુચના આપવામાં આવેલ.

✳💫ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો શિહોર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન દાદની વાવ પાસે આવતાં *પો.કોન્સ. જયદાનભાઇ લાંગાવદરાને* બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર નાં ૩જા એડી. સેશન્સ જજ સાહેબશ્રીની કોર્ટમાંથી લુંટનાં ગુન્હામાં સજા પામેલ આરોપીનું પકડવાનું વોરંટ ઇશ્યુ થયેલ છે.તે આરોપી વાલજીભાઇ ઉર્ફે ભુતી બોઘાભાઇ સોલંકી રહે.ભીલ વાડા, પાલીતાણા જી.ભાવનગર વાળા શિહોર,સરકીટ હાઉસ પાસે હાજર હોવાની હકિકત મળી આવેલ.જે હકિકત આધારે હકિકતવાળી જગ્યાએ જતાં વાલજીભાઇ ઉર્ફે ભુતી બોઘાભાઇ સોલંકી રહે.ભીલવાડા, પાલીતાણા જી.ભાવનગર વાળા હાજર મળી આવેલ.તેની પુછપરછ કરતાં *શિહોર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૨/૧૫ ઈ.પી.કો કલમઃ૩૯૭* મુજબ નાં ગુન્હામાં સજા થયેલ હોવાની જાણ થતાં પોતે પાલીતાણા છોડી ને બહારગામ જતો રહેલ હોવાનું જણા વેલ. હાલમાં કોવિડ- ૧૯ની મહા મારીના કારણે મજકુર આરોપી ને પોલીસ હસ્તગત કરી આગળની કાર્ય વાહી સારું શિહોર પો.સ્ટે. સોંપવામાં આવેલ. 

*✳💫આ સમગ્ર કામગીરીમાં એલ.સી. બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી. ઓડેદરા,પોલીસ સબ ઇન્સ. શ્રી, એન.જી.જાડેજાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં પો.હેડ.કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, જીતેન્દ્દસિંહ ઝાલા પો.કોન્સ. જયદાન ભાઇ લાંગવદરા,બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા તથા ડ્રાયવર પદુભા ગોહિલ વિગેરે માણસો જોડાયા હતાં.*
 

Author: Madhvi Yagnik

Leave a Reply