*( ગેરકાયદેસર હથિયાર સાથે ઍક ઈસમનેઝડપી પાડતી એસ.ઓ.જી)* રાજકોટ શહેરના મહે. પોલીસ કમિશનર સાહેબ ના માર્ગદર્શન હેઠળ (ક્રાઇમ) શ્રી જયદીપસિંહ સરવૈયા સ.નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી પો.ઇન્સ એસ.એન.ગડું સા.ના માર્ગદર્શનથી અમો એચ.એમ.રાણા પો.સબ.ઇન્સ ગે.કા પ્રવુતિ કરતા ઈસમોને પકડી પાડવા માટે એસ.ઓ.જી સ્ટાફ ના માણસો શહેર વિસ્તાર માં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના

*પો.કોન્સ. ફિરોજભાઈ રાઠોડ તથા જીતુભા ઝાલા તથા વિરેન્દ્રસિંહ ઝાલા* મળેલ ખાનગી હકીકત આધારે ચુનારાવડ ચોક થી રૂપાલી સ્ટુડિયો તરફ જતા રસ્તે રોડ ઉપર થી એક ઈસમ ને પોતાના પેન્ટના નેફામાં રાખેલ ગેરકાયદેસર દેશી તમંચો તથા બે જીવતા કાર્તિસ સાથે ઝડપી પાડેલ છે સદરહુ હથિયાર/કાટીર્સ ક્યાંથી લાવેલ છે જે અંગે વધુ પૂછપરછ ચાલુ છે. ◆ *પકડાયેલ આરોપીનું નામ*:- આફતાબ કાદરભાઈ ગાલબ ઉ.વ 20 રહે ઘાંચીવાડ શેરી નંબર -૨ રાજકોટ આરોપી નો પૂર્વ ઇતિહાસ જોતા અગાઉ ગાંધીગ્રામ પો.સ્ટે.માં મારામારીના ગુન્હામાં પકડાયેલ છે. હાલમાં હથિયાર રાખવા બાબતે પૂછપરછ કરતા થોડા સમય પહેલા તેને મયુર કાઠી નામના શખ્સ સાથે ઝઘડો થયેલ હોય જો તેના પર હુમલો થાય તો હથિયારથી સામેવાળાને મારવા માટે રાખેલ હોવાનું જણાવે છે. ◆

*કબ્જે કરેલ મુદ્દામાલ* (૧) દેશી બનાવટી તમંચો કી.રૂ. ૫,૦૦૦/- (૨)જીવતા કાર્તિસ નંગ-૨ કી.રૂ. ૨૦૦/- કુલ કિ.રૂ.૫,૨૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે.