*છાપી પોલીસ સ્ટેશનની હદ માંથી ટ્રેલર માંથી પરપ્રાન્તીય દારૂ પકડી પાડતી આર.આર.સેલ ટીમ ભુજ*

પોલીસ મહાનિરીક્ષકશ્રી, ડી.બી.વાધેલા સાહેબ સરહદી રેન્જ ભુજ સુચના આધારે તેમજ પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એ.એસ.રબારી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આર.આર.સેલ ટીમના હે.કોન્સ. નરપતસિહ તથા યશવંતસિહ મનિષભાઇ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે હરીરામ સત્તારામ દોલારામ જાતે.જાટ ઉ.વ.૨૩ ધંધો.ડ્રાઇવીંગ . ટ્રેલર નંબર આર.જે.૦૭.જી.બી.૦૭૭૫ માં પવનસિહ મુળરાજસિહ રાજપુત તથા અજાણ્યા ઇસમની મદદગારીથી ગે.કા અને વગર પાસપરમીટનો પરપ્રાન્તીય દારૂ ની પેટી નંગ – ૯૦૦ જેમાં કુલ બોટલ નંગ – ૧૦,૮૦૦ કિ.રૂ.૪૩,૨૦,૦૦૦/- નો ભરી તથા ટ્રેલર તથા રોકડ તથા મોબાઇલ સાથે કુલ મુદ્દામાલ ૫૩,૩૨,૦૦૦/-ની હેરાફેરી કરી પોલીસ રેઇડ દરમ્યાન હરીરામ પકડાઇ જઇ ગુનો નોંધાયો