પોલીસ પોથી જય હિન્દ છાણી પોલીસ સ્ટેશનના અપહરણના કેસના આરોપીઓને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ છાણી પોલીસ સ્ટેશનમા ગુ.ર.ન.ફ.૬૪/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૬૫, ૩૮૫, ૧૧૪ અન્વયે અપહરણનો ગુનો નોંધાયેલ હોય એમા અપહત્ય સંતોકસીંગ નામના વ્યક્તિનુ કોઇ અજાણ્યા ઇસમો કાળા કલરની કારમા તેના ઘરેથી અપહરણ કરી લઇ ગયેલાની ફરીયાદ અપહત્યની બહેને છાણી પોલીસ સ્ટેશનમા આપેલ હોય તેને પકડવા તેમજ ગુનો ડીટેકટ કરવાની સુચના પોલીસ કમિશ્નર શ્રી તથા સંયુકત પો. કમિ. શ્રી તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ના.પો.કમિ શ્રી જયદીપસિંહ જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી ના પી.એસ.આઇ એ.આર. ગોહીલ તથા તેઓની ટીમ તથા છાણી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ અંબારીયા તથા તેઓની ટીમને તાત્કાલીક સેલ્વાસા તરફનુ લોકેશન મળતા ટીમો રવાના થયેલ દરમ્યાન સેલવાસ ખાતે ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરતા અપહત્ય સંતોકસીંગને છોડાવેલ અને બે આરોપીઓ (૧‌) અંકીત અરૂણ સીંગ ઉ.વ ૨૫ ધંધો. ટ્રાન્સપોર્ટ રહે. સેલવાસ સ્વામીનારાયણ મંદીરની સામે, (૨) રવિન્દ્રભાઇ ગૌસ્વામી ઉવ. ૫૪ ધંધો. ડ્રાઇવીંગ રહે. બાલદેવી કુવા ફળીયા સેલવાસાનાઓને પકડી પાડી તથા ગુનામા વપરાયેલ કાળા કલરની મહેન્દ્રા એક્ષ.યુ.વી કાર નંબર વગરની જે આરોપી અંકીતના માલીકીની તથા મોબાઇલ ફોન કબજે કરી આગળની વધુ તપાસ માટે છાણી પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરેલ છે. અગાઉ આરોપીએ અપહત્યને સસ્તા ભાવે ડીઝલ ખરીદવા માટે અઢી લાખ રૂપિયા આપેલ જે અઢી લાખ રૂપિયા અપહત્ય સંતોકસીંગ પરત ન આપતો હોય અને વાયદાઓ કરતો હોય પોતાના પૈસા પરત મેળવવા આરોપીઓએ અપહત્યનુ અપહરણ કરી ગુનો કરેલ હોવાની પ્રાથમિક પુછપરછમા જણાય આવેલ છે. તેમજ આ ગુનામા સંડોવાયેલ અન્ય આરોપી જગદીશ ઉર્ફે જગ્ગી જાટનાનો પોલીસ ટીમ પોહચે તે પહેલા સેલવાસાથી ફરાર થઇ ગયેલ છે.