માધવી ઉમેશ યાજ્ઞિક, તંત્રી પોલીસ પોથી મેગેઝીન

પોલીસ પોથી શરૂઆત 1-5-2015, શરૂ કરવામાં આવી તેનું વિમોચન રાજયસભાના સાંસદ શ્રી પુરષોત્તમ રૂપાલા ના વરદ હસ્તે કરવામાં આવેલ બીજા અનેક સંતો તથા મહાનુભાવો ઉપસ્થિત રહેલ……

પોલીસ પોથી નો મુખ્ય ધ્યેય એ જ છે કે પોલીસ ડીપાર્ટમેન્ટ ની તમામ હકારાત્મક કામગીરી અને આધુનિક સાઇબર ગુનાઓ વિશે પ્રજા ને માહિતગાર કરી શકીયે અને પ્રજા નો સાથ સહકાર મળી રહે જેથી વધુ ને વધુ ગુનાઓ સરળતાથી ઉકેલી શકાય.પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો જળવાઈ રહે જેથી પ્રજા પોલીસ પાસે નિઃસંકોચ જઇ ને પોતાની રજુઆત કરી શકે જેથી પોલીસ ને ગુનેગાર સુધી પહોંચવામાં સરળતા રહે અને ગુનો શોધવા માં મદદરૂપ થાય

તેમજ પોલીસ ની કામગીરી ને બિરદાવી શકીયે જેથી પોલીસ ડિપાર્ટમેન્ટ ને પ્રોત્સાહન મળતું રહે તેમજ ડીપાર્ટમેન્ટ ને લાગતી તમામ પ્રકાર ની માહિતી થી દરેક જિલ્લા અને તાલુકા માં રહેલ પોલિસ ના કર્મચારી તેમજ અધિકારી શ્રી વાકેફ રહે.

રાજ્ય ના કાયદો અને વ્યવસ્થા ની અસરકારક જાળવણી અને રાજ્ય ની પ્રજાની આંતરિક સલામતી માટે પ્રજા અને પોલીસ વચ્ચે સહકાર વધારવા સહિત પારદર્શિતા લાવવા પોલીસ તંત્ર માં ઇ-ગવર્નસ ,કોમ્પ્યુટરાઇઝશન તથા પોલીસ ને આધુનિક શસ્ત્રો થી સુસજ્જ કરવા અને પોલીસ દળ ના કામ કરતા સૌ માટે ની કલ્યાણકારી યોજનાઓના અમલ પર વિશેષ ભાર મુકવામાં આવે છે .જેવી સારી કામગીરી નો અમારા મેગેઝિન”’ પોલીસ પોથી “” માં સમાવેશ કરવામાં આવે છે.

પ્રજા ની સલામતી અને શાંતિ માટે પોલીસ અથાક મહેનત અને સતત કાર્ય કરી રહી છે સુરક્ષા સેતુ અંતર્ગત થતાં કાર્યોમાં પણ પોલીસ પોથી પરિવારના સભ્યો પણ ખૂબ જ રસ લઈ ને કાર્ય કરે છે સુરક્ષા સેતુ અંતર્ગત ઘણા બધા પ્રજાલક્ષી કાર્યક્રમોમાં પોલીસ પોથી કાર્યરત છે તમામ માહિતી અને વિગતો”” પોલીસ પોથી”” મેગેઝીન માં દર્શાવવામાં આવે છે.

આજના ચોથા વર્ષમાં પ્રવેશ નિમિત્તે પોલીસ પોથી પરિવાર પોલીસ પોથી 24*7 વેબ ચેનલ શરૂ કરવા જઈ રહ્યું છે .

આજે જ્યારે કોમ્પ્યુટર મોબાઈલ ના માધ્યમથી સમગ્ર વિશ્વ એકદમ નજીક આવી રહ્યુ છે ત્યારે રાજ્યના લોકોની સાથે સમગ્ર દેશ વિદેશના લોકો ગુજરાત પોલીસની કામગીરી જોઈ શકે, બિરદાવી શકે અને તેમના સૂચનો રજૂ કરી શકે તેવા હકારાત્મક અભિગમ થી વેબ ચેનલનું લોન્ચિંગ કરી રહ્યા છીએ આ શુભ અવસરે અમોને સરકારશ્રીના સંબંધિત વિભાગો નો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા રાખીએ છીએ.

પોલીસ પોથી પરિવાર ……
જય હિન્દ…….

   મંથન માંડાણી, સહ તંત્રી પોલીસ પોથી મેગેઝીન
   ગૌતમ દવે સંપાદક પોલીસ પોથી મેગેઝીન